- વાવ તાલુકા ના માલસણ અને ઢીમા ગામ ના ખેડૂતો પહોચ્યા UGVCL ની ઓફિસે
- વીજ પુરવઠો પૂરતા પ્રમાણ ના મળતા ખેડૂતો પહોચ્યા UGVCL ની ઓફિસે ..
- UGVCL ના કર્મચારીઓ ખેડૂતો નું સાંભળતા હોય તેવી રાવ..
- ખેડૂતો ભેગા મળી UGVCL આવેદન પાઠવવા માં આવ્યું
- ટૂંક દિવસ કામગીરી કરવામાં નહિ આવે તો ઉગ્ર અંદોલન કરવાની ચીમકી …

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ
બનાસકાંઠા ના વાવ ની UGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. વાવ તાલુકાના ઢીમા અને માલસણ ગામના ૧૦૦ જેટલા ખેડૂતોએ વિજળી પૂરતા પ્રમાણ ન મળવાના પ્રશ્ને UGVCL કચેરી ખાતે રજુઆત કરી. વાવ તાલુકાના મોટાભાગના અનેક ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે જેમાં ઢીમા અને માલસણ ગામના ખેડૂતોએ વાવ ના કાર્યપાલક ઈજનેર અધિકારીને રજૂઆત કરી કે જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.નોંધનીય છેકે ખેડૂતોને દરરોજ માત્ર ૮ જ કલાક ના બદલે અનેકવાર બંધ થઇ જાય છે વધુમાં વીજળી મળતી ના હોવાના કારણે UGVCL કચેરી ખાતે વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા.વાવ તાલુકા ના મોટાભાગના ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનું ધીમેધીમે સામે આવી રહ્યું છે. જેમાં ઢીમા અને માલસણ ગામના ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે વાવ કાર્યપાલક ઈજનેર અધિકારીને રજુઆત કરાઇ છે. તો વાવ UGVCL ના કાર્યપાલક ઈજનેર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય વીજપુરવઠો મળે તેવી બાંહેધરી પણ આપી. નોંધનીય છેકે ખેડૂતોને 10થી 12 કલાક વિજળી આપવાની વાતો તો થઇ રહી છે. પરંતુ, વાવ ના અંતરિયાળ ગામોમાં સ્થિતિ કંઇક અલગ જ છે. અને, ખેડૂતોને પુરતી વિજળીની વાતો માત્ર કાગળ પર જ દેખાઇ રહી છે. વાવ પંથકના ખેડૂતોને વિજળી માત્ર નામ પુરતી જ આપવામાં આવે છે. ત્યારે આ બાબતે સરકાર ત્વરીત પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે.