- કોરોના ની ત્રીજી લહેર થી બચવા અને સરકારી તંત્રના આદેશનું પાલન કરવા મેળો બંધ રખાયો ..
- સોસીયલ ડિસન્ટ સાથે ભક્તજનો દ્રારા પૂજા અર્ચના કરી શકાશે…
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
સરહદી સુઇગામ તાલુકામાં અનેક ઐતિહાસિક પ્રાચિન મંદિરો આવેલ છે જે પૈકીના સૉનેથ થી ત્રણ કિલોમીટર દુર અને સોનેથ ઉપરાંત ઝંડાલા ,ગઢા ,નવાગામ,કોરડા,વાવડી, કિલાણા ,ડાભી ગામોના સીમાડાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય ની વચ્ચે આ પ્રાચિન ગોપેસ્વેર મહાદેવનું (સ્થાનક) શિવાલય આવેલ છે,આ શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયેલું હોવાનું મનાય છે,આ શિવાલય ના દર્શનાર્થે દર શ્રાવણ માસ ઉપરાંત અન્ય દિવસોએ પણ શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે,
આ સોનેથ ગામે આવેલ ગોપેસ્વેર મહાદેવ ના મંદિરે પરંપરાગત રીતે દર શ્રાવણ અમાસ ના દિવસે મેળા નું આયોજન કરવામાં આવે છે,આ મેળામાં આજુ બાજુ ના ગામોના તમામ લોકો મેળા ની મોજ લેવા તેમજ ગોપેસ્વેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે,આ મેળો ખૂબ જ શાંતિ પૂર્વક ઉજવાય છે,આ ગોપેસ્વેર મહાદેવ ના મંદિરે દર શ્રાવણ મહિના ના સોમવારે યજ્ઞ પણ કરવામાં આવે છે,વળી શિવલિંગ ની બાજુમાં આવેલ પાતાળ ગંગા ના કુંડમાં પિતૃતર્પણ વિધી પણ કરવામાં આવે છે,આજુ બાજુના 64 ગામોની જાગીર ધરાવતા આ શિવાલય સ્થળે લોકો દૂધ ,દહીંના આથણા પણ ચડાવે છે,પરંતું આ વર્ષોથી પરંપરાગત રીતે ભરાતો ગોપેસ્વેર મહાદેવ નો મેળો આવતી શ્રાવણ અમાસ ના રોજ સરકાર ની ગાઈડ લાઇન મુજબ તેમજ કોરોના ની ત્રીજી લહેર થી બચવા માટે મેળો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે,આ મેળાનું આયોજન મોકૂફ છે પણ શ્રદ્ધાળુઓ,દર્શનાર્થીઓ,ભક્તજનો સરકાર ની ગાઈડ લાઇન નું ચુસ્તપણે પાલન કરી સોસિયલ ડિસન્ટ રાખી ભગવાન ભોળાનાથ ના દર્શન તેમજ પૂજા અર્ચના કરી શકશે