
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)
દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે જીલ્લા પોલીસ વડા ની સુચનાં હેઠળ lcbપોલીસ પેટ્રોલીગ માં હતી
તે દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર બાતમી ના આધારે ઢીમા ગામ તરફ વોચ ગોઠવી હતી અને થરાદ ભોરલ તરફ થી ટ્રેકટર*(ટોલી) પણ ઉભી રાખતા ઢીમા ગામ પાટિયા પાસે રોડ ની સાઈડ માં ટ્રેકટર ઉભું રખાયું હતું જેમાં ટ્રેકટર ટ્રોલી ની તલાસી લેતા ભારતીય બનાવટ વિદેશી દારુ ની ૫૭૭૧ બોટલો મળી આવી હતી જોકે તેની અંદાજીત કીમત ૫૦૦૩૦૦ હજાર છે અને તેની સાથે ટ્રેકટર ટ્રોલી ની કીમત ૫૫૦૦૦૦ હજાર તેમજ બાજરી ના કટ્ટા ૩૪ કીમત.૧૭૦૦૦ મળી ને કુલ ૧૦૭૨૩૦૦ રૂપિયા નો મુદ્દામાલ મળી આવતા ટ્રેકટર ૧) ચંપાલાલ રામલાલ મીરાસી ચાલક તેમજ અન્ય પ્રવીણભાઈ વિશ્નોઈ ,પ્રકાશભાઈ ભીમારામ મીરાસી ,તેમજ વિકાસ હિડમલરામ ગોદારા ના વિરુધ પ્રોહીસન એક્ટ મુજબ નો ગુનો નોધી વાવ પોલીસે કડક કાર્યવાહી તેમજ તપાસ હાથ ધરી છે …