યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :સુઇગામ
બનાસકાંઠા નુ સરહદી વિસ્તારનુ સુઇગામ તાલુકાનાં ઉચોસણ ગામ ની આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને 2 અને 3 ખાતે આઈ.સી.ડી.એસ ઘટક સુઇગામના સી.ડી.પી.ઓ હંસાબેન પંડ્યા અધ્યક્ષસ્થાને બુધવાર ના રોજ આંગણવાડીના નાના ભૂલકાઓને ગણવેશ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામા આવેલ . 3 થી 6 વર્ષનાં આંગણવાડીમાં આવતાં 31 નાના ભૂલકાઓને ઍક ઍક જોડી ગણવેશનું અને રમત ગમત ભાગ 1 અને ભાગ 2 નુ બુકનુ પણ વિતરણ કરાયું હતું.નાના ભૂલકાઓમાં ગણવેશ ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે સુપરવાઈઝર બેનો , કો.ઓર્ડીનેટર રાણાભાઇ કમલેશભાઇ વિસનુભાઇ , આંગણવાડી કેન્દ્રના .કાર્યકર ચંદ્રીકાબેન ગૌસ્વામી , ઉચોસણ અને ચાળગામ ની તમામ આંગણવાડી કેન્દ્રની કાર્યકર બહેનો , આશા કાર્યકર બહેનો સહિત નાના ભૂલકાઓના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં .
આંગણવાડીના બાળકોને નિયમિત અલ્પાહાર શિક્ષણ વગેરે આપવામાં આવી રહ્યું છે