
- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મહાનગપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને મોટો ઊલટફેર કર્યો હતો, એ પછી ગુજરાતમાં ત્રીજા વિકલ્પની ચર્ચા શરૂ થઈ અને રાજકારણ ગરમાયું છે. તે દરમિયાન સરહદી બનાસકાંઠા જીલ્લા માં આમ આદમી ની પાર્ટી ના લોકો દ્વારા વિવિધ તાલુકા માં નવા ચેહરા ને લઇ વાતાધાટો ની બેઠક મળી હતી .ત્યારબાદ બનાસકાંઠા જીલ્લા માં બેઠક મળી હતી તેમાં વાવ તાલુકા માં આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પદે નવયુવાન ભુરાજી આઝાદ નિમણુંક થતા ની સાથે સરહદી પંથક માં આગામી દિવસો માં હજારો યુવાનો એ આમ આદમી માં જોડાય તેવી સંભાવના સેવાઈ રહી છે ભાજપ અને કોંગ્રેસ માં ખલબલી મચી ગઈ છે આગામી ૨૦૨૨ ની ચુંટણી ધમાકેદાર ઇનિંગ રમાય તેવી ચર્ચાએ જોર પકડ્યું