યે હૈ ન્યૂઝ ઈન્ડિયા:વાવ (ધ્રુપલ જયસ્વાલ)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજ્યભરના લોકોનું જીવવું મુશ્કેલ બની ગયુ છે. ત્યારે થરાદ-વાવના આંતરિયાળ વિસ્તાર એવા રણને અડીને આવેલા ગામોમાં પીવાના પાણીની ભંયકર તંગી જોવા મળી રહી છે.વાવ તાલુકાના એટા ગામમાં પીવાના પાણીનીતંગી પડી રહી છે. આ વિસ્તારના લોકોને ૧- ૨કિલોમીટર દૂરપીવાનું પાણી ભરવા જવુ પડે છે.આજુબાજુ એક-બે કિલોમીટર બોર આવેલા છે. પરંતુ ત્યાં પણ પાણીનો અભાવ જોવા મળે છે. એટા ગામના સરપંચ પુત્ર દ્વારા ટેલિફોનિક વાતચીત માં જણાવામાં આવ્યું કે અમારા ગામની પીવાના પાણીની સમસ્યા માટે પાણી પુરવઠા વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આ પાણી સમસ્યા હલ થઈ નથી. પાણી પુરવઠા વિભાગના રાણા સાહેબ ને જાણ કરેલ છે.પરંતુ કોઈ જ અમારૂ સાંભળતુ નથી. આ બાબતે ગામના લોકોએ જણાવ્યું હતું કે પીવાનું પાણી છેલ્લા કેટલાય દિવસથી આવતુ નથી અને વારંવાર પીવાના પાણીની સમસ્યાને કારણે અમે કંટાળી ગયા છીએ. પાણી માટે કોઈ જ ટેન્કરની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. અમારે ૧-૨ કિલોમીટર દૂર પાણી માટે ભટકવું પડે છે, પરંતુ તંત્ર કોઈ જ ધ્યાન આપતું નથી. ગામ માં હાલમાં આ કાળઝાળ ગરમીને લીધે માનવજીવન ઉપરાંત પશુ પક્ષીઓની હાલત પણ બદતર થવા પામી છે. આ ગામમાં પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તેવું ગામલોકો ઈચ્છી રહ્યા છે.