વાવ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી બનાસકાંઠા LCB

  • યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)

વાવ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ની બોટલ નંગ-2937 કી.33,00,420/- 511 સ્કોર્પિયો કી.રૂ. 12,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.15,00,420/- પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

જે આર મોચલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ દ્વારા જિલ્લામાં દારૂ/ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ

હેડ કોન્સ ભુરાજી, તથા પો.કોન્સ અમરસિંહ તથા દશરથભાઈ નાઓ દિયોદર પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ તરફ થી એક 511 સ્કોર્પિયો ગાડી નંબર GJ-08-3F-9832 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે. જે બાતમી હકીકત આધારે કોતરવાડા કેનાલ પાસે વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી ગાડી આવતા ઊભી રાખવાનો પ્રયત્ન કરતાં કોતરવાડા થી પીછો કરતા ગાડી પાછી વળી થરાદ તરાક જતા બિયોક ગામના પાટીયા પાસે રોડ ની સાઈડમાં ગાડી ઊભી રાખી બાવળની ઝાડીમાં નાસતા જોયેલ તો (૧)અજેશીભાઇ પરખાભાઇ પટેલ -રહેગણેશપુરા (ભોરોલ) તા.થરાદ તથા તેની સાથેનો બીજો ઇસમ વાળાઓ ભાગી ગયેલ ગાડી જોતો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-2937/- કિ.33,00,420/-તથા /- 511 સ્કોર્પિયો ગાડી કી.3 12,00,000/- સાથે એમ કુલ કિ.315,00,420/- નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક તેમજ અન્ય ઇસમ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *