વાવ તાલુકા ગોલગામ ગામે ૫ ઈસમો વિરુધ એકરોસીટી એક્ટ ,રાઉટીંગ નો ગુનો નોધાયો

  • યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ગોલગામ ખાતે એક દલિત યુવકને મારમારવા અને જાતિ વિરુધ ટીપ્પણી કરવાનો નો કિસ્સો સામે આવ્યો છે.જેમાં યુવક ને એક કરતા વધારે ઈસમો એ રાઉટીંગ કરી મૂઠમાર મારવામાં આવ્યો છે જેમાં મળતી માહિતી અનુસાર  વોટ્સએપ માં સ્ટેટ્સ વિડીઓ મુકવા બાબતે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

  • આ ધટના બાબતે પીડિત યુવક શું કહે છે ?

અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ પીડિત મધાભાઈ દયારામભાઈ ભદરૂ (ગોલગામ )સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને જાણાવામાં આવ્યું કે હું મારા ગામમાં આવેલ ખેતરપાળ મંદિરેથી પોતાના ધર તરફ જતો હતો તે દરમિયાન ૫ ઈસમો ગેરકાયદેસર મંડળી રચી પોતાનો ઈરાદા મુજબ બોલેરો કેમ્પર લઇ આવી પાંચે ઈસમો એ ગડદાપાટુ મારામારી કરી જાતિ વિરુધ અપમાનજનક ટીપ્પણી મને ધમકી આપતા કહ્યું હતું કે વોટ્સએપ સ્ટેટ્સ માં ચઢાવેલ વિડીઓ ડીલેટ મારી દેજે નહિતર જાન થી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ હું મારા ધરે આવી બનાવ ની વાત કરતા ની સાથે મધાભાઈ દયારામભાઈ ભદરૂ  પેટ ના ભાગે દુખાવો થતા ની સાથે ૧૦૮ એમ્બુલન્સ મારફતે વાવ ની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારબાદ પોલીસ ને જાણ કરતાની સાથે વાવ પોલીસ હોસ્પિટલ આવી પહોચી ગુન્હો નોધવામાં આવ્યો વધુમાં એકરોસીટીના  Dysp તપાસ હાથ ધરવામાં આવી.

  • આરોપી ઓ નામ નીચે મુજબ છે

(1) ભુપતભાઇ કુંભાભાઇ રાજપુત     (ગોલગામ)

(2) બબાભાઈ કાનજીભાઈ રાજપુત  (ગોલગામ)

(૩) શંકરભાઇ વિશભાઇ રાજપુત     (ગોલગામ)

(4) દશરથભાઈ ધંગાભાઇ રાજપુત  (ગોલગામ)

(5) વણાભાઇ રાંમાભાઇ રાજપુત     (ગોલગામ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *