- NDPS ના ગુનામાં છેલ્લા 3 વર્ષ થી નાસતા ફરતા દબોચ્યો
- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ)
માવસરી પોલીસ સ્ટેશન ના NDPS ના ગુનામાં છેલ્લા 3 વર્ષ થી નાસતા ફરતા (70મુજબના) આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠાIGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી, તથા અ.પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ ની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે માવસરી પો.સ્ટે.સેકન્ડ.ગુ.ર.નં 20/2018 NDPS એક્ટ કલમ 17 મુજબના ગુના મા નાસતા ફરતા આરોપી (૧)કરશનભાઇ રાભાભાઇ રબારી રહે.ભોરોલ તા. થરાદ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી માવસરી પોલીસ સ્ટેશન સોપેલ છે