- આ ફાળવેલ ૫ ઓક્સિજન કન્સન્સટ્રેટર સી.એચ.સી. સુઇગામ અને વાવ સી.એચ.સી મા ફાળવવમાં આવુ
- ભણસાલી ટ્રસ્ટ રાધનપુર દ્વારા વાવ – સુઇગામ તાલુકા માટે ૫ -૫ ઓક્સિજન કન્સન્સટ્રેટર આપવામાં આવ્યા
- જાણવા મળતી માહિતી અનુસાર તાલુકા કક્ષા એ બનાવેલ કોવિડ કેર સેન્ટર માં આપવામાં આવશે
સરહદી સુઇગામ અને વાવ તાલુકા માં કોરોના મહામારી દરમ્યાન દર્દીઓને ટ્રીટમેન્ટ્સ મા અગવડતા ન પડે તે સારું કોરોના મહામારી ના દર્દીની સારવાર માટે ૫ ઓક્સિજન કન્સન્સટ્રેટર ભણશાળી ટ્રસ્ટ રાધનપુર દ્વારા આજરોજ સુઇગામ અને વાવ તાલુકા હેલ્થ ઓફીસ ને અર્પણ કરવામાં આવ્યા હતા,આ અર્પણ કરેલ ઓક્સિજન કન્સન્સટ્રેટર હાલમાં ચાલી રહેલી મહામારી દરમ્યાન કોરોના જેવી ભયંકર બીમારી મા સપડાયેલા દર્દીઓ ની ટ્રીટમેન્ટ્સ મા ઉપયોગી થાય તે માટે ભણસાલી ટ્રસ્ટ રાધનપુર દ્વારા આ ૫-૫ ઓક્સિજન કન્સન્સટ્રેટર સી.એચ.સી..સુઇગામ-વાવ ને ૧ સુઇગામ આઇ ઍસ ડી ની ઑફીસ મા ફાળવવામાં આવુ આજના આ પ્રસંગે ભણશાળી ટ્રસ્ટ ના કાંતિભાઈ મેનેજર,વાવ તાલુકા હેલ્થ ઓફિસર અને સુઇગામ ખાતે ટીડીઓ કાજલબેન આંબલિયા,સુઇગામ સીડીપીઓ હંસાબેન પંડ્યા,કોડીનેટર રાણાભાઈ દેસાઈ, સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા...