પ્રાથમિક સુવિધા સાથે કોવીડ સેન્ટર ખૂલ્લુ મુકવામાં આવ્યું
જમવા –ચા નાસ્તા સહીત ની સુવિધા
૨૪ કલાક ની સુવિધા સાથે
યે હૈ ન્યુઝ ઈન્ડિયા:વાવ (ધ્રુપલ જયસ્વાલ ) બનાસકાંઠા સહીત સમગ્ર જીલ્લામાં વધી રહેલા સંક્રમણ ને કારણે જીલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર ના દ્વારા વાવ તાલુકા મથકે આવેલ વિનયન કોલેજ ખાતે ૬૦ બેડ ધરાવતી કોવીડ કેર સેન્ટર લોકો માટે ખુલ્લી મુકવામાં આવી જેમાં રહેવા ચા –નાસ્તા અને જમવા ની સુવિધા સાથે જીવન જરૂરિયાત વસ્તુ પૂરી પાડવામાં આવી અને નર્સિંગ સ્ટાફ અને ડોકટરો સહીત ૨૪ કલાક ની સુવિધા સાથે ની પ્રાથમિક સુવિધાઓ સાથે કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું .ગત રોજ જીલ્લા આરોગ્ય કમિશનર વિજય નેહરા સાહેબે વાવ ના કોવીડ કેર સેન્ટર ની મુલાકાત લીધી હતી અને વાવ મામલદાર વાવ તાલુકા વિકાસ અધિકારી ,બ્લોક હેલ્થ ઓફીસર , ગોલગામ PHC નો સ્ટાફ અને CHC નો સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં વિજય નેહરા સાહેબ શ્રી એ અનેક સૂચનો કરવામાં આવ્યા હતા અને તે સૂચનો ને અનુસરી આજ રોજ કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું જેમાં અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ કોવીડ કેર સેન્ટર ના ઇન્ચાર્જ ડો ઈશ્વરભાઈ ચૌહાણ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવ્યું કે અમારા તરફ થી ૨૪ કલાક સેવા અપાશે . સાથે લોકો ને જાગૃત બની કોવીડ કેર સેન્ટર માં એડમિટ થવા અપીલ કરી હતી અને વિશેષ માં જણાવ્યું હતું કે કે કામ વગર બહાર ના નીકળવું જેથી કોરોના ની ચેન તૂટી શકે .