થરાદ તાલુકાની નાનોલ પ્રાથમિક શાળામાં ૨૬ મી જાન્યુઆરી એ ૭૬ માં પ્રજાસત્તાક દિવસની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી બેટી પઢાવો બેટી બચાવો અભિયાન અંતર્ગત ધ્વજ વંદન વિધિ સૌથી વધુ ભણેલી દીકરી રબારી રીંકુબેન દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહાવીર ગ્રુપ થરાદ દ્વારા નાનોલ પ્રાથમિક શાળાના 13 બાળકોને દત્તક લઈ ગણવેશ ની ભેટ આપવામાં આવી હતી તે અન્વયે મહાવીર ગ્રુપના રાજેશભાઈ જોષી(નાનોલ) જેઓ કાયમ માટે નાનોલ પ્રાથમિક શાળાને સહયોગ આપે છે તે બદલ નાનોલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો અને નાનોલ પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ અણદાભાઈ દ્વારા રાજેશભાઈ જોષી નું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજેશભાઈ જોષી ગામના યુવાનોને પ્રોત્સાહક ઉદબોધન સાથે કાયમમાટે પ્રગતિશીલ રહેવા સચોટ માર્ગદર્શન આપ્યું હતું રાજેશભાઈ જોષી શાળાની અંદર ચાલતી તમામ પ્રવૃત્તિઓમાં સાથ સહકાર અને સહયોગ કરે છે તે બદલ શાળા પરિવારે તેમનો આભાર માન્યો હતો તેમ જ શાળાના બાળકોએ તૈયાર કરેલા રંગારંગ કાર્યક્રમ ગામના વડીલો મહિલાઓ યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો અને બાળકોને પ્રોત્સાહન પણ આપ્યું હતું

આમ ૭૬ માં પ્રજાસત્તાક દિવસની અનેરી ઉજવણી શાળા દ્વારા કરવામાં આવી હતી નાનોલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને બાળકોએ મેળવેલી સિદ્ધિઓ તથા શાળા પરિવાર દ્વારા જે-જે સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની આછેરી ઝલક આપી હતી અને ભણતરનું શું મહત્વ છે તે વાલીઓને સલાહ આપી હતી ધ્વજ વંદન કરનાર દીકરી રીંકુબેન ને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માં જન્મેલી બાળકીઓની માતાઓને બેટી બચાવો અભિયાન અંતર્ગત પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદદાયક રહ્યો હતો.એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદદાયક રહ્યો હતો.