બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સપ્રેડા માલાણી વિધાલય ખાતે સપ્રેડા ગ્રામપંચાયત ના સરપંચ તેમજ તલાટીક્રમ મંત્રી પ્રકાશભાઈ માળી સહિત શાળા પરિવાર ની આગેવાની હેઠળ આન બાન શાન સાથે ગૌવરભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પ્રસંગે વાવ મામલતદાર કે.એચ.વાઘેલા ના હસ્તે ત્રિરંગો ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા..આ અવસરે વાવ મામલતદાર સહીત અધીકારીગણ તથા વાવ તાલુકાનાં પ્રજાનાં પ્રતિનીધીઓ, સરપંચો સહીત આગેવાનોની ઉપસ્થીત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત વાવ મામલતદાર કે.એચ.વાઘેલા પ્રજાસત્તાક પર્વ નિમિતે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજનો પ્રજાસત્તાક દિવસ એટલે રાષ્ટ્રભાવના ને યાદ કરવાનો દિવસ ,બંધારણ ના મુલ્યો નો તેમજ આઝાદી ના મુલ્યોને યાદ કરવાનો દિવસ ,આજનો દિવસ ગાંધીજી ના છેવાડા ના માનવીનાં ઉત્થાનનો દિવસ ,આજનો દિવસ બાબા સાહેબ આંબેડકર ના સામાજિક સમરૂપ ને યાદ કરવાનો દિવસ ,આજનો દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ ના દેશ સમાજ અને વ્યક્તિ ધડતર ના લોખંડી નિર્ધાર ને યાદ કરવાનો દિવસ,આજનો દિવસ જવાહરલાલ નહેરુ ની આધુનિક માનસિકતા યાદ કરવાનો દિવસ આજનો દિવસ ભગતસિંહ અને લક્ષ્મીબાઈ જેવા વીરોને યાદ કરવાનો દિવસ તેમજ દેશ ના બંધારણ વાતો વાગોળી હતી.

વાવ તાલુકો છેલ્લો તાલુકો નહિ પરંતુ પહેલો તાલુકો છે
વધુ માં જણાવતા કહ્યું હતું કે સામાન્ય રીતે લોકો ની ભ્રમણા હોય છે કે વાવ થરાદ અને સુઈગામ આ છેવાડા અને છેલ્લા તાલુકાઓ છે.પરંતુ હું મારા ૪ વર્ષ ના અનુભવ પર કહી શકુ છુ કે વાવ તાલુકો છેલ્લો તાલુકો નહિ પરંતુ પહેલો તાલુકો છે.કઈ રીતે કે વાવ ની પ્રજા ખમીરવંતી છે.વાવ ની પ્રજા એ અછત ,પુર ,વાવાઝોડા જોયા છે.
દરેક આફત માં દરેક સારા પ્રસંગમાં દરેક દુઃખત પ્રસંગમાં વાવ ની પ્રજા ખભે થી ખભે મીલાવીને હાથ થી હાથ મિલાવી ને દરેક આફત નો સામનો કર્યો છે.આપને ત્યાં કહેવત છે કે જનની અને જન્મભૂમી સ્વર્ગ થી પણ ચડીયાતી છે.મારું માનવું છે.કે વાવ માં કામ કરતા ક્રમચારીઓ અધિકારીઓ એ તે સાબિત કર્યું છે.જનની જન્મભૂમી અને કર્મભૂમિ પણ ચડિયાતી છે.
વધુ માં સામાજિક બંધીઓ નો સામનો કરવા સંકલ્પ લઈએ કે તે સામજિક બંધીઓ નો સામનો કરીએ અને તેનો નિકાલ કરી એ ,તેમજ બાળકી ને ઉચ્ચ શિક્ષણ અપાવવા ની અપીલ કરી હતી.બાળ વિવાહ ,જાતિવાદ , આ તમામ થી આપડે છુટકારો પામવાની જરૂર છે.


આજના કાર્યક્રમ અંતર્ગતવાવ મામલતદાર કે.એચ.વાઘેલા ,તાલુકા વિકાસ અધિકારી તીરેન લાડોલા, તાલુકા શિક્ષણ અધિકારી,વાવ માર્કેટયાર્ડ ચેરમેન નાગજીભાઈ પટેલ ,અગ્રણી ભગવાનભાઈ વ્યાસ ,રામસેંગભાઈ રાજપૂત કેશરકૃપા ,વાવ પી.એસ.આઈ એચ.કે.દરજી , માવસરી પી.એસ.આઈ આર.જે.ચૌધરી ,વી.એસ.દેસાઈ,જે.એસ.ગઢવી સહીત વાવ માવસરી પોલીસ મથક ના ક્રમચારી ગણ સહીત સપ્રેડા ગ્રામજનોઆજબાજુ આવેલી શાળા ના તમામ બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.,કાર્યક્રમ ના અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.