શહેર માં નવરાત્રી નો તહેવાર નજીક આવી રહ્યો છે . ત્યારે દિયોદર શહેરમાં મુખ્ય બજાર થી લઈ હાઇવે વિસ્તાર પર દબાણ કર્તાઓ દ્વારા ઠેર ઠેર આડેધડ દબાણો કરી દેતા ઘણા સમય થી દબાણો ના કારણે શહેર અને હાઇવે વિસ્તારમાં ટ્રાફિક નો પ્રશ્ન માથાનો દુખાવો બન્યો હતો.ત્યારે શહેર માં ટ્રાફિક સમસ્યા ને લઈને દિયોદર પી આઈ કે એચ બિહોલા સહિત દિયોદર ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી તેમજ વહેપારીઓ સાથે બેઠક યોજી હતી . ત્યારે શહેરમાં ત્રણ દિવસ થી શહેરની બજારમાં કાચા પાકા અડચણ રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં દિયોદર શહેરમાં પણ આજે ત્રીજા દિવસે પણ દિયોદર ગ્રામ પંચાયત અને પોલીસ તંત્ર દ્વારા મુખ્ય બજાર માં જે સી બી મશીન દ્વારા અડચણ રૂપ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણ દારો માં ફફડાટ ફેલાયો છે .જેમાં રેલ્વે સ્ટેશન ગોળાઈ, જૂના માર્કેટ રોડ, જૂના બસ સ્ટેશન, તાલુકા પંચાયત કચેરી રોડ, ગ્રામ પંચાયત થી મહાદેવ મંદિર , આઝાદ ચોક સુધી નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સતત ત્રીજા દિવસે દિયોદર ગ્રામ પંચાયત અને દિયોદર પોલીસ તંત્રએ દબાણ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ત્યારે દબાણો દૂર કરવાની કવાયત ચાલુ રહેતા દબાણ દારો માં ભારે ફફડાટ ફેલાયો છે..