ધાનેરા પંથક માં નગરપાલિકા માં ચીફ ઓફિસર અને વહીવટદાર ના અંડર માં કામગીરી ચાલી રઈ છે ત્યારે ધાનેરા ના લોકો અનેક પ્રકાર ની વિકટ પરિસ્થિતિ નો સામનો કરી રયા છે.કેટલાક સમય થી ધાનેરા માં રખડતા પશુઓ કે જે ધાનેરા ની ગલીઓ, સોસાયટી, મહોલ્લા, હાઇવે, બસસ્ટેન્ડ તેમજ ભીડ વાળા વિસ્તારો માં રખડતા પશુઓ નું મોટુ ટોળું જોવા મળે છે. અને અંદરો -અંદર સામ સામે આવતા જગડતાં હોવાથી આવતી જતી પ્રજા તેમજ વાહનોને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ હાઇવે પર રોડ વચ્ચે ઉભા રહેતા હોવાથી અકસ્માત નો ભય પણ રહેછે.પહેલા પણ લારીગલ્લા, વાહનો, તેમને બાળકો અને રાહદારી નુકસાન પહોંચાડી. મૃત્યુ ના પણ બનાવો બનેલ છે.ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા પહેલા પણ 200જેટલાં રખડતા પશુઓને વાડામાં પુરવામાં આવેલ, હતા. પરંતુ ફરી એક જુમ્બેશ કરી વાડામાં પુરવામાં આવે તેવી લોકોની માંગ છે.
ઉલ્લેખનીય છે કે ગાય ના માલિકો ગાયને ભોજન માટે રખડતી મૂકી બેટાઈમ દૂધ લઈ વેપાર કરતા હોય છે તેમને પણ સબક સિખાવવા માં આવે તે જરૂરી છે. જાણવા મળેલ છે કે રાજસ્થાન ના ગોળાસર માં ફક્ત 15000/- જેટલાં નંદી માટે ગૌ શાળા જેવી નંદીશાળા બનાવેલ છે. તો આવી નંદી શાળા આ પંથક માં સરકાર શ્રી દ્વારા યોજના બંને તે જરૂરી છે
માટે પ્રાંતધિકારી, મામલતદાર, તથા ચીફ ઓફિસર આ બાબતે તાકીદે જુમ્બેશ ઉઠાવે રખડતા પશુઓની વ્યવસ્થા થાય તેવી ધાનેરા પંથક ના નાગરિકો ની અરજ છે.