બનાસકાંઠા જિલ્લા માં પશુ પ્રાણી અને વન્ય જીવો ને માર મારતા હોવાના કિસ્સાઓ માં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક વિડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો છે.જેમાં પ્રાપ્ત માહિતી મુજબ લિંબાળા મમાણા ગામની સીમમાં આખલાના પગ પર અજાણ્યા શખ્સે ધારિયાના ઘા ઝીંકી ઇજાઓ પહોંચાડતા જીવ દયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં તરફડતા આખલાને જોઈ ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો અને અજાણ્યા ઇસમને ઝડપી પાડ્યો હતો.
આ બાબતે કાણોઠીના જીવ દયા પ્રેમી ધુડાભાઈ જોશી એ જણાવ્યું હતું કે મૂળ રાધનપુર તાલુકાનો અને ભાગિયા તરીકે કામ કરતા આ શખ્સે આખલાના પગ ઉપર ધારિયાના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડાઈ હતી. અને તેણે માફી પણ માગી હતી બનાવને પગલે સુઈગામ પોલીસને જાણ કરી હતી તેમજ જલારામ ગૌશાળાને જાણ કરતા ગૌશાળા ની એમ્બ્યુલન્સ આવતા આખલાને સારવાર અર્થે ગૌશાળામાં મોકલાયો છે તેમજ અબોલ પશુ પર ધારિયાના ઘા ઝીકનાર પોલીસને હવાલે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે..