યે હૈ ન્યુઝ ઇન્ડિયા : થરાદ
બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ના થરાદ – સાંચોર હાઇવે તા -૩/૦૪/૨૦૨૧ ના શનિવારે ડ્રગ્સ જડપાયું છે .જેમાં ગુજરાત થી રાજસ્થાન અડી ને આવેલા જેમાં છેલ્લા ધણા સમય થી ડ્રગ્સ ની હેરાફેરી થતી હોવાની માહિતી સાથે SOG પોલીસ પેટ્રોલીગ ગોઠવ્યું હતું તે સમયે રાજસ્થાન તરફ થી આવતા શંકાસ્પદ વાહન ને થોભાવી ને ચેકિંગ કરતા ૪૦.૮૭ ગ્રામ જેટલો ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો .જેમાં પોલીસે મહિલા સહીત ૩ આરોપી ની ધરપકડ કરતા પુછપરછ કરતા તેને રાજસ્થાન ન ના સાંચોર ખાતે રહેતા રાકેશ બિશ્નોઈ પાસેથી લાવ્યા ની પોલીસ સમક્ષ જણાવ્યું હતું.પોલીસે ડ્રગ્સ ના જથ્થા અને કાર સહીત કુલ :૯.૧૩ લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .જેમાં એક મહિલા સહીત ૨ પરુષો ને જડપી તેમની સામે NDPS મુજબ ગુનો દાખલ કરી ડ્રગ્સ આપનાર રાકેશ બિશ્નોઈ ની શોધ ખોળ હાથ ધરી ….
ઝડપાયેલા આરોપી
- ૧.પીનાબેન ચીનુભાઈ ભાટી.
- ૨.અશ્વિન ચીનુભાઈ ભાટી
- ૩.નીકુલ રાધુભાઇ મકવાણા
ફરાર આરોપી …
- ૧.રાકેશ બિશ્નોઈ