બનાસકાંઠા જીલ્લા ના થરાદ માંથી પસાર થતી નર્મદાની મુખ્ય તેમજ માઈનોર કેનાલમાં ડુબી જવાથી અથવા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે થરાદ તાલુકાના મહાજનપુરા ગામ પાસે ફાટક અંદર કોઈ અજાણ્યો યુવક ની ડેડબોડી ફસાયેલ હોવાથી જેની જાણ આસપાસના લોકોએ થરાદ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ તેમજ તંત્ર ને કરી હતી.જોકે ફાયર ઓફિસર વિરમજી રાઠોડ ને કોલ મળતા તાત્કાલિક ધટના સ્થળે પહોચી મહામુસીબતે ડેડબોડી કેનાલ બહાર નીકાળી હતી અને તેની ઓળખ કરતા તે યુવક વાવ તાલુકાના ગંભીરપુરા ગામનો માળી અશોકભાઈ પબાભાઈ ઉમર વર્ષ આશરે 23 હોવાનું જાણવા મળેલ અને ડેડબોડી તેના વાલી વારસાને સોંપેલ આગળ ની કાર્યવાહી હાથધરીહતી.