બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વાવના કારેલી ગામ સીમમાં આવેલ કારેલી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં મસમોટુ ગાબડું પડતા નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. થોડા દિવસ અગાઉ પણ વાવ પંથકના રાણેસરી ગામમાં પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા કેનાલની આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવા ના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું.અવાર નવાર કેનાલ તુટવા કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોઈ ખેડૂતોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે.