બનાસકાંઠાના દિયોદર તાલુકાના પ્રજાપતિ સમાજ ના લોકો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા પ્રજાપતિ સમાજના ભગત ગોરો કુંભાર અને તેમની ધર્મ પત્ની વિરુદ્ધ અભદ્ર ભાષા બફાટ કરનાર સાધુ સામે રોષ ભભૂક્યો . દિયોદર દિયોદર તાલુકાના પ્રજાપતિ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મ સ્વરૂપ સ્વામી એ સમગ્ર પ્રજાપતિ સમાજના ભક્ત ગોરો કુંભાર અને એમની પત્ની વિરુદ્ધ કરેલા બફાટ કરનાર વાયરલ વિડીયો સામે નારાજગી વ્યક્ત કરી છે છે. જ્યાં દિયોદર પ્રાંત અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરૂપ સ્વામી ના અભદ્ર ભાષાનો વારો વિડીયો વાયરલ વીડિયો સામે સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજની લાગણી દુભાય છે. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઓ દ્વારા વિવાદોમાં આવતા વધુ એક વિવાદ સામે આવ્યો છે જ્યાં પ્રજાપતિ સમાજના ભગત ગોરો કુંભાર અને એમની ધર્મપત્ની વિરુદ્ધ કરેલા ભાષા નો બફાટ સામે પ્રજાપતિ સમાજ એ નારાજગી વ્યક્ત કરી સમગ્ર પ્રજાપતિ સમાજની માફી માગવા માંગ કરી છે. સરકાર આવા સાધુ કે લોકો સામે કડક કાર્યવાહી નહીં કરે તો સમગ્ર પ્રજાપતિ સમાજ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતની પ્રજાપતિ સમાજ ઉગ્ર બની આવા બફાટ કરનાર સાધુઓ સામે રોડ પર આવવા મજબૂર બનશે એવી ચીમકી ઉચારી છે.