બનાસકાંઠા જીલ્લા ના થરાદ શહેર તેમજ નગરપાલિકા ના વિસ્તારોમાંથી પસાર થતા વાવ સાંચોર નેશનલ હાઈવે ને લઈને બુમરાડ ઉઠવા પામી છે.જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ શહેર ના નેશનલ હાઇવે નજીક રેહેતા સોસાયટી ના રહીશો તેમજ ધંધાથીઓ દ્વારા રોડ ને લઈને અડચણો ના અનુસંધાન માં થરાદ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું છહતું.જેમાં મીડિયા સાથેની વાતચીત માં થરાદ શહેર ના નગરજનો એ જણાવ્યું હતું કે રોડ બનવા ની કામગીરી ને ૨ વર્ષથયા છે.અને રોડ ની કામગીરી માં કોઈપણ પ્રકાર ની પ્રગતિ થઇ નથી.ઠેર ઠેર ખાડા કરી ને મુકેલા હોવાને લઈને વાહનો ના અકસ્માતો થાય છે.વિધાર્થીઓ તેમજ રાહદારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.તેમજ માર્કેટયાર્ડ માં અનાજ ભરાવવા આવવા જતા ખેડૂતો નું ટ્રેકટર ને પંચર થઇ જાય છે.અને આ રોડ પર અકસ્માત થવાનો પુરેપૂરો ભય છે.તેમજ વારંવાર રજુઆત કરતા બહેરા કાને કોઈ વાત અથડાતી નથી.તેમજ ગટર લાઈન ને લઈને ગંભીર પ્રકાર ના રોગચાળો ફેલાવવા નો ભય સેવાઈ રહ્યો છે.જો કામગીરી ના થાય તો cpc 133 મુજબ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી સાથે રજૂઆત કરવામાં આવી છે.