જેશોર ખાતે આવેલ કેદારનાથ મહાદેવ મંદિરે આવતા દર્શનાર્થીઓ પાસે લેવામાં આવતા પૈસા બાબતે પૂજારી દ્વારા વિડિયો વાયરલ કરવા બાબતે વનવિભાગે સ્પષ્ટતા કરી હતી.જેમાં જણાવ્યું હતું કે ફકત વન વિભાગ દ્વારા કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ ની માહિતી લ ઈ નોંધણી કરવામાં આવે છે.ત્યારે આજરોજ વન વિભાગ દ્વારા કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ પાસે કોઈ પણ બાબતે પૈસા લેવામાં નથી આવતા તેવી સ્પષ્ટતા કરી હતી. જેમાં વન વિભાગ દ્વારા વધુ મા જણાવ્યું હતું કે કેદારનાથ મહાદેવ મંદિર ના પૂજારીઓ દ્વારા બહારથી આવતા લોકો ને ઉશ્કેરી ખોટા વિડિયો ઉતારી પૂજારી જાતેજ વિડિયો વાયરલ કરી કેદારનાથ મહાદેવ નું અને વનવિભાગ નું નામ બદનામ કરવાના આક્ષેપો કર્યા હતા.વધુ માં બહારથી આવતા પ્રવાસીઓ જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવા આવતા પ્રવાસીઓ પાસેથી સરકારની નીતિ નિયમ મુજબ અનુસાર પ્રવેશ ફી લેવામાં આવે છે..
ઉલ્લેખનીય છે કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આવતા લોકોની માહિતી લઈ નોંધાણી કરવામા ન આવે તો કોઈ પ્રવાસી જંગલ વિસ્તારમાં જતું રહે અને જંગલી પ્રાણીઓ કે વન્ય જીવ દ્વારા કોઈ નુકસાન થાય તો જવાબદાર કોણ…..વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં જતાં લોકો ઉપર નજર રાખવામાં નહીં આવે તો જંગલ વિસ્તારમાં રહેતા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ ને મોટું નુક્સાન થવા પામશે તો જવાબદાર કોણ રહેશે વગેરે પ્રશ્નો ને લઈને તેમજ અગાઉ પણ બસ ડ્રાઈવર નો વિડિયો ઉતારી સોશિયલ મીડિયા વિડિયો વાયરલ કરવામાં આવતા વનવિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી…