બનાસકાંઠા ના વાવ તાલુકા ના માવસરી ગામ ખાતે છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ હતી.જેને પગલે માવસરી સરપંચ દ્વારા પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી.જે સમાચાર અમારી યે હૈ ન્યૂઝ ઈન્ડિયા ચેનલ માં પ્રસારિત કરવાંમાં આવતા પાણી પુરવઠા તંત્ર દ્વારા પીવાના પાણી નું નિરાકરણ આવતા ગામ ના સરપંચ એપીવાનું પાણી સંપ સુધી પહોચ્યું હોવાનું જણાવ્યું હતું.વધુ માં જણાવતા કહ્યું હતુકે જો પીવાનું પાણી નહિ પહોચે તો ટેન્કર મારફત પાણી પહોચાડવાની બાયધરી આપી હતી.સાથે મીડિયા અને તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.