બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ભડવેલ ગામના માથાભારે ઈસમોને પકડી જેલના હવાલે કરીને લાંબાગાળાના જામીન લેવા બાબતે વાવ મામલતદાર કચેરી ખાતે ભડવેલ ગ્રામજનો ધસી આવી આવેદન પાઠવ્યું હતું.જેમાં આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભડવેલ ગામ ના ભડવેલથી ફુલપુરા ગામની સીમને જોડતો જાહેર રસ્તો ભડવેલ ગામનાં રહીશ ચૌહાણ ચેહરાભાઈ રવાભાઈ,અનુજાતિ હિરાભાઈ રવાભાઈ, અનુજાતિ રમેશભાઈ ચેહરાભાઈ,ચૌહાણ ભરતભાઈ ચેહરાભાઈ,ચૌહાણ, સંજયભાઈ ચેહરાભાઈ,ચૌહાણ વતિબેન ચેહરાભઈ,ચૌહાણ ચાંદનીબેન ચેહરાભાઈ,ચૌહાણ વિમબેન ચેહરાભાઈ,ચૌહાણ રેવાબેન હિરાભાઈ અને ચૌહાણ દલીબેન ચેહરાભાઈનાઓ એ ભેગા મળી એક સંપ થઈ આજ થી આશરે છ એક દિવસ પહેલા ખોટો પોલીસ કેસ કરી પૈસા પડાવવા માટે જાહેર હિતનું ભડવેલ અને ફુલપુરાની સીમને જોડતો રસ્તો ઈરાદાપુર્વક બંધ કરેલ હતો.

જેને પગલે ભડવેલ ગામ ના ૧૦૦ થી વધુ લોકો એ વાવ મામલતદાર ને રજૂઆત કરતા વાવ મામલતદાર ધટના સ્થળે પહોચી ને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ દુધ ભરાવવા સાથે દૂધ મંડળી એ આવતા ઉપર મુજબનાં આરોપીએ એક સંપ થઈ ધોકા લાકડી અને ધારીયુ જેવા ઘાતક હથિયારો લઈ ભીભ્સ્ત વર્તન કર્યું હતું અને કહેલું હતું કે અમે દલિત છિએ અમે તમને એટ્રોસીટી બળાત્કાર,છેડતી જેવા કેસો માં ફસાવી તમને અમે બરબાદ કરી દઈશું એ સમય દરમ્યાન ગામનાં બીજા દસેક લોકો આવતા આરોપીયોને સમજાવતા એ લોકો ઘરે ગયેલા જતાજતા એવ કહેતા ગયા આજતો આ લોકો વચ્ચે આવતા અત્યારે તો તમે લોકો બચી ગયા છો પરંતુ અમે તમોને છોડવાના નથી એવું કહેતા હતા અગાઉ ત્રણેક મહિના પહેલા થરાદના મહેશ્વરી સમાજના એક વેપારી ને ઉપાડી અપહરણ કરી અને કેનાલમાં નાખી હિન ટ્રેપમાં ફસાવી રૂપિયા પાંચ લાખ પડાવેલ છતા પોલીસ કે કોર્ટ મારો શું ફરક પાડેલ અને મારા ભાઈરમેશે સરદારજી ઠાકોર પાસેથી રૂપિયા ૧૫ લાખ નિટ્રેપમાં ફસાવી લીધેલ તો પણ અમારો શુ ફરક પડેલ છે હવે તમારી વારી છે,

તેવી ધમકી આપતા આજરોજ વાવ મામલતદાર કચેરી ,વાવ પોલીસ સ્ટેશન તેમજ થરાદ નાયબ પોલીસ અધિક્ષક ,તેમજ થરાદ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે અમોને આપેલ ધમકી ને લઈને અમો ગામ ના લોકો એ આ યકિતઓ ગુનાહીત પ્રવૃતિ કરવા ટેવાયેલા હોઈઅમો ગામ લોકોને ડરછે અમારા કોઈના વિરુધ્ધમાં ખોટો ગુનો દાખલ કરાવે તેવો ભય ને લઈને આવેદન આપી રજૂઆત કરી હતી