યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
બનાસકાંઠા ના સરહદી માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી પકડાય છે.ત્યારે અ.હે.કોન્સ.ભુરાજી તથા અ.પો.કો અમરસિંહ,તથા દશરથભાઈ નાઓ માવસરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા ટડાવ ગામે આવતા એક સ્વીફટ ગાડી કસ્ટમ રોડ તરફથી આવતા ગાડી રોકાવી ગાડી નં. GJ-9-BE-3052 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1260 કિ.રૂ.1,40,160 /- તથા સ્વીફટ ની કિ રૂ 300000/- મળી કુલ મુદામાલ કિ. રૂ.440160/- ના મુદ્દામાલ સાથે ચાલક આરોપી વર્ધાભાઈ નાગજીભાઈ રાજપુત રહે. ટડાવ તા,વાવ જીલ્લો – બનાસકાંઠા તથા આ દારૂ તે ક્યાંથી લાવેલ એવું પૂછતા તેણે લખાવેલ કે વશરામભાઈ જગમાલભાઇ પટેલ રહે. ટડાવ તા.વાવ વાળાયે પોતાના ખેતરે થી સ્વીફ્ટ ગાડી આપેલ તેવુ જણાવેલ અને ગાડિ પણ વશરામભાઈ જગમાલભાઇ પટેલ ના કબજા ભોગવટાની હોવાનું જણાવેલ હોય તેઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.માવસરી પોલીસ ઉધતી રહી અને LCB એ રેડ પાડી ૪૪૦૧૬૦ ની રકમ નો વિદેશી દારુ અને તેની સાથે મુદ્દા માલ જડપી પાડતા માવસરી પોલીસ ના ગાલ પર એક મોટો તમાચો છે .