બનાસકાંઠા જીલ્લા ના થરાદ શહેર ચાર રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ વહીવટી તંત્ર અને વિદ્યાર્થીઓ દ્વારા આજે સફાઈ અભિયાન અંતર્ગત થરાદ ખાતે ત્રી દિવસીય સફાઈ અભિયાન અંતર્ગત 23 જૂન ના રોજ વિધાસભા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ જાતે સફાઈ કરી કચરો ટોપલી માં ભરી અને ઉપાડી અને ટ્રેક્ટર માં જાતે નાખ્યો હતો.તેમજ થરાદની જનતાને અધ્યક્ષ એ અપીલ કરી કે દરેક વ્યક્તિએ પોતાને જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં કચરાને ડસ્ટબિન હોય ત્યાં જ કચરો ફેંકતા નગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવે છે યોગ્ય જગ્યાએ કચરો નાખવા માટે અધ્યક્ષ એ લોકો ને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજઆપણે બધાએ ભેગા મળી ને આપણું શહેર સ્વસ્થ રાખીશું આમાં એકલા શંકરભાઈ અધ્યક્ષતાએ નહી કરી શકે તમે બધા સાથે છો તો જ શહેરની સ્વચ્છતા જળવાશે તેવી અપીલ કરી હતી.