બનાસકાંઠા જીલ્લ્લા ના થરાદ વાવ રોડ પર આવેલ દેવીપુજક સોસાયટી માં પાણી ભરાવવા ની ધટના સામેં આવી છે.જેમાં છેલ્લા ૭ દિવસથી પાણી ભરાવ ને લઈને રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે.ત્યારે અમારી મીડિયા ટીમે થરાદ ખાતે આવેલ દેવીપુજક સોસાયટી ની રૂબરૂ મુલાકાત લીધી હતી.અને ત્યાના સ્થાનિક લોકો એ જણાવ્યું હતું કે વાવાઝોડા માં ધરો ના પતરા ઉડ્યા તેમજ ઉપરવાસ માં ભારે વરસાદ પડવાને લઈને પાણી ધરો માં ધુસી ગયા છે.આજબાજુ માં પાણી ભરાવ ને લઈને સ્થળાંતર કરવાની ફરજ પડી છે પરંતુ દેવીપુજક સમાજ ના લોકો સ્થળાંતર ક્યા કરે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.વધુ માં જણાવતા કહું હતું કે વરસાદ અને વાવાઝોડા બાદ આજે ૭ દિવસ થયા છે પરંતુ તંત્ર અમારી ખબર અંતર પૂછવા પહોચ્યું નથી.થરાદ પ્રાંત અધિકારી ,થરાદ મામલતદાર સહીત નગરપાલિકા ને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ પાણી નો કોઈ નિકાલ ન થયો હોવાના આક્ષેપો સ્થાનિકો એ કર્યા હતા.વધુ માં રોગચાળો ફેલાશે તો જવાબ કોણ ? તેવા અનેક પ્રશ્નો કર્યા હતા.
