બિપોરજોય વાવાઝોડા ની અસર બનાસકાંઠા જિલ્લામાં વર્તાઈ હતી અને સતત ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને લઇ તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતોનો તૈયાર કરેલો પાક નિષ્ફળ ગયો હતો….

બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને અહીંયા લોકો ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક કુદરતી આપત્તિઓ આવી રહી છે જેને લઈ જિલ્લાના ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે ખેડૂતોએ હજારો એકર જમીનમાં ઉનાળુ પાક નું વાવેતર કર્યું હતું અને તેની લણણી ચાલુ હતી તેવા સમયે બિપોરજોય નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું જેને લીધે જિલ્લામાં સતત ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને ખેડૂતોના તૈયાર કરેલા પાક ઉપર પાણી ફરી વળ્યા હતા જેથી તમામ ઉનાળુ પાક નિષ્ફળ ગયો હતો જેને લઇ ચીભડાં પંથકના ખેડૂતો ને મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે બિપોરજોય વાવાઝોડા ના લીધે અમારા મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે અને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે આ અંગે અમે સરકાર ને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વ કરી એમને યોગ્ય સહાય આપવામાં આવે જેથી કરીને ખેડૂત ફરી પાછો પગભર થઈ શકે….