બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવશ્રી પી. પી. શાહની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તા. ૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી આર.જી.દેવધરાના અધ્યક્ષસ્થાને જોરાવર પેલેસ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ કંપાઉન્ડમાં સવારે યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલનપુર હેડક્વાર્ટરના જજશ્રીઓ, સ્ટાફ મિત્રો અને વકીલમિત્રો સાથે કુલ આશરે ૨૫૦ જેટલાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અથાગ પ્રયત્નોથી પાલનપુરની ૧૦ સ્કુલોમાં પણ યોગના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુલ- ૪૨૦૦ જેટલાં બાળકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. આ બાળકો તંદુરસ્ત અને નિરોગી રહે તે માટે બાળકોને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ તાલુકા જજશ્રીઓ, સ્ટાફ અને વકીલ મિત્રોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ યોગ કર્યા હતા. આમ, સમગ્ર બનાસકાંઠા જિલ્લાની કોર્ટ સંકુલોમાં કુલ-૫,૦૦૦ જેટલાં લોકોએ યોગાભ્યાસમાં જોડાઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે તમાકું, બીડી, સીગારેટ, દારૂ કે અફીણ જેવા કોઇપણ જાતના વ્યસનોને તિલાજંલિ આપવા તથા વ્યસનોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાલનપુર ડીસ્ટ્રીક્ટ કોર્ટ સહિત તમામ તાલુકા કોર્ટ સંકુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

Leave a Comment