બનાસકાંઠા જીલ્લ્લા સહીત અનેક વિસ્તારો માં બીપરજોય વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદી છાંટા શરૂ થઈ ગયા છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આજે નગરપાલિકા ખાતે તૈયારીઓને લઈ અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં વાવાઝોડા ને લઈ નગરપાલિકાએ 13 હજાર લોકોને ખસેડી શકાય તેવી વ્યવસ્થા કરી છે.અસરગ્રસ્ત લોકોને સેલટરહોમ, શાળાઓમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે. કોઈ જગ્યાએ ઝાડ કે વીજ પોલ પડે તો તાત્કાલિક હટાવવાની વ્યવસ્થા, પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય તો નગરપાલિકાના એલર્ટ રહેવા સૂચના આપી છે. ટ્રેક્ટર ટ્રોલીઓમાં તાડપત્રી બાંધી રાખવાની પણ ધારાસભ્યએ સુચના આપી હતી જેથી લોકોને વરસાદમાં પણ તાત્કાલિક શિફ્ટ કરી શકાય. ડીસા પંથકમાં લોકોના જાનમાલને અને પશુધનને સૌથી ઓછુ નુકસાન થાય તે માટે તૈયાર રહેવા ધારાસભ્યએ અધિકારીઓને સૂચના આપી હતી