બનાસકાંઠા જીલ્લા માં બિપર જોય વાવાઝોડાની શક્યતાને લઈને જીલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ માં છે.ત્યારે સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ યાત્રાધામ નડાબેટ ખાતે પણ ચાર દિવસ યાત્રીઓને પ્રતિબંધ ફરમાવાયો છે. કચ્છમાં દરિયા કિનારા ના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા સુઈગામ તેમજ નડાબેટ ટુરિઝમ અને સીમા દર્શન પર પ્રવાસીઓ માટે રોક લાગાવામાં આવી છે, 16 જુન સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.