સુઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયા ને રાજ્ય સરકાર દ્વારા અધિક કલેકટર તરીકે બઢતી મળતાં આજ રોજ સુઇગામ તાલુકા મીડિયા મિત્રો દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું,અને અભિનંદન પાઠવ્યા હતા, સુઇગામ તાલુકામાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા એસ.એ.ડોડીયા કચેરીમાં કામ અર્થે આવતા કોઈપણ અરજદાર સાથે સોહાર્દ પૂર્ણ રીતે વાતચીત કરી તેનું કામ ઝડપી થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે, તાલુકાના કર્મચારીઓ સહિત પત્રકારો અને અરજદારો સાથે પણ સારો તાલમેલ રાખે છે,જેમને રાજ્ય સરકાર દ્વારા અધિક કલેકટર તરીકે બઢતી અપાતા સુઇગામ તાલુકાના મીડિયા કર્મીઓ રાજુજી ઠાકોર,રમેશભાઈ રાજપૂત, જીતેન્દ્રસિંહ ઝાલા અને નવીનભાઈ ચૌધરીએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું,અને અધિક કલેકટર તરીકે બઢતી મળતાં અભિનંદન પાઠવ્યા હતા,