બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા ના ખરિયા ગામ પાસે આવેલી નર્મદા મુખ્ય કેનાલ માં બે આખલા લડતા એક આખલો કેનાલ માં પડી ગયો હતો, ત્યારે ટોટાણા પી એચ સી માં નોકરી કરતા એક કર્મચારી યે ફોન કરી જાણ કરતા કાંકરેજ ના વડા ગામના મહાકાલ સેના ના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમની જીવદયા ટીમ પિકપ ડાલા સાથે ખારીયા ખાતે મુખ્ય કેનાલ પર તાત્કાલિક પહોચી ને ,બીજી બાજુ થરા જીવદયા ટીમ પણ ત્યાં સવાર ની હાજર હતી,સવારે સાત વાગ્યા આસપાસ પડેલ આખલો એટલો ખૂંખાર અને ખિજાયેલો હતો જેની પાસે જતા જીવ નું જોખમ હતું,છતાં મહામહેનતે પાણી માં પડી અને બહાર ઊંભા રહી રસ્સી સિંગડા માં નાખી આશરે વીસ થી પચીસ ગૌ સેવકો મારફત બહાર કાઢી વીજપોલ સાથે બધી દરવાજા ની અંદર થી રસ્સી કાપી છૂટો કરેલ છે,છૂટો કરતી વખતે બધા દૂર દૂર જતા રહ્યા હતા કારણ હુમલો કરવાનું જોખમ હતું,છતાં એક જીવ ને કેનાલ માંથી બહાર કાઢી સમગ્ર મહાકાલ સેના તેમજ થરા જીવદયા ટીમ તેમજ બીજા નામી અનામી તમામ ગૌ સેવકો ઉપસ્થિત રહી આંખલાને બહાર કાઢવામાં જીવના જોખમે મદદ કરાવી હતી, બીજી બાજુ વાત કરવામાં આવે તો મહાકાલ સેના દ્વારા ક્યાંય કુવામાં પડેલ પશુ હોય એ કોઈ પણ જગ્યાએ અકસ્માતમાં ઘાયલ પશુ હોય કે કેનાલ કે ગટર નાળા માં પડેલ કોઈ પણ પશુ હોય તો મહાકાલ સેના ને જાણ થતા જ મહાકાલ સેનાની ટીમ તેમજ મહાકાલ સેના ના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સ્થળ ઉપર જઈ તે પશુને હેમ ખેમ રીતે બચાવીને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવે છે ત્યારે મહાકાલ સેનાને પશુઓ માટે જીવ દયા ને લઈને લોકો પણ આ સેવાને બિરદાવે છે