સરાલ ગામે સર્વે નં- ૬૬૨/૧ માં તળાવ ઉંડુ પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે કામગીરી માં માપ કરતાં વધારે તળાવ ખોદી સાઇડના સ્લેબ પણ તોડીને તળાવના બદલે ડેમ બનાવી દેવામાં આવતા કામ બંધ કરાવી કલેકટરમાં રજુઆત કરતાં ખાણખનીજ દ્વારા તપાસના ઘમઘમાટ શરૂ થવા પામ્યો છે

ધાનેરા તાલુકાના સરાલ ગામે સર્વે નં-૬૬૨/૧ માં આવેલ તળાવ ઉંડુ કરવાની કામગીરી બનાસડેરી દ્વારા કરવામાં આવેલ અને તેમણે પાળની નિચે સ્લેબ બનાવી સુંદર તળાવ નું નિર્માણ કર્યુ હતુ પરંતુ ફરીથી તેને ઉંડુ કરવા માટે સિંચાઇ વિભાગ દ્વારા લોક ભાગીદારી થી એક ટ્રસ્ટને સોપવામાં આવી હતી અને આ તળાવમાંથી ૧૨૫૦૦ સી.એમ.ટી માટી કાઢવાની હતી પરંતુ આ ટ્રસ્ટ દ્વારા જે ઇસમને ખોદકામની કામગીરી સોપવામાં આવેલ તેણે માટી વેચવાની શરૂઆત કરેલ અને માટી ના ઓર્ડર વધતાં તેણે તળાવ બનાવવાના બદલે ડેમ બનાવવા લાગેલ જેથી ગ્રામજનો સિંચાઇ વિભાગને જાણ કરતાં સિંચાઇ વિભાગે ૨૨ મે ના રોજ આ કામગીરી બંધ કરાવી હતી

પરંતુ આ તળાવ ખોદનાર ઇસમ અને ગામના ચાર પાંચ વચેટીયાઓ ભેગા મળી ગેરકાયદેસર તળાવ ખોદવાની શરૂઆત કરવામાં આવતા ગ્રામજનો દ્વારા મંગળવારે ભુસ્તર વિભાગને જાણ કરવામાં આવતા ભુસ્તરના અધીકારી જીગર ઠક્કર પોતાની ટીમ સાથે આવે તે પહેલા તળાવ ખોદકામ કરતા ઇસમ ને જાણ કરતાં હિટાચી મશીન સિવાય તમામ વાહનો બહાર કરાવી દેવામાં આવ્યા હતા અને ગામના ચાર પાંચ વચેટીયાઓને બોલાવી તેમના નિવેદનો લઇને કોઇપણ કાર્યવાહી કર્યા વગર પરત ફર્યા હતા તેમજ અરજદાર નું પણ નિવેદન લેવામાં આવ્યુ ન હોવાથી અરજદારો દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ઓનલાઇનમાં તેમજ કલેકટર અને ભુસ્તર વિભાગ માં તળાવ ખોદાવનાર ઇસમ સામે ફરીયાદ આપતા ફરીથી આ માટી નું ગેરકાયદેસર ખોદકામ કર્યા બાબતે તપાસનો ઘમધમાટ થવા પામ્યો છે અને ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ દ્વારા સરાલ ગામે તળાવ અને તળાવ માંથી જે જગ્યાએ માટી નાખવામાં આવી હતી ત્યાં તપાસ કરી ઑનલાઇન ટેપિંગ કરી ફોટો ગ્રાફી કરીને અરજદાર ના નિવેદન લઈ ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે