બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકા માંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કોતરવાડા અને સનેસડા પુલ વચ્ચે કોઈ યુવક યુવતી એ ઝંપલાવ્યું હોવાના સમાચાર મળતા સ્થાનિક તરવૈયાઓ શોધખોળ હાથ ધરી હતી તેઓને ડેડબોડી ન મળતા થરાદ ફાયર ફાઈટર નો સંપર્ક કરતા ફાયર ફાઈટર ની ટીમ ધટના સ્થળે પહોચી ૩૦ મિનીટ ની શોધખોળ માં યુવક અને યુવતી ની ડેડબોડી મળી આવી હતી.જોકે ડેડબોડી ને બહાર નીકાળી તપાસ કરતા રાજુભા કલ્યાણસિંહ રાઠોડ ઉંમર વર્ષ આશરે 28 વર્ષ પરણિત 1 બાળકી નો પિતા ,કોમલબેન ભૂપતસિંહ ઉંમર વર્ષ આશરે 23 અપરણિત બન્ને રહે મુંડેઠા હોવાનું જાણવા મળ્યું હતું.જોકે યુવક અને યુવતી ની ડેડબોડી દિયોદર પોલિસને જાણ કરી દિયોદર પોલિસને ડેડ બોડી સોપેલ છે..