બનાસકાંઠા જીલ્લા માં અંબાજી નજીક કોટેશ્વર રોડ પર આવેલી ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આજે વહેલી સવારથી કોટેશ્વર રોડ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો. ત્યારે ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે દબાણને દૂર કરવાની કામગીરીમાં કોઈપણ રૂકાવટ ન આવે તે હેતુથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ કોટેશ્વર ખાતે હાજર રહ્યો હતો અને ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.જેમાં કોટેશ્વર ચીખલા રોડ પર આવેલી 16 જેટલી ગેરકાયદેસર દુકાનો જે દબાણમાં હતી. તેને દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઇ હતી. અગાઉ પણ આ દુકાનદારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ પોલીસ કાફલા સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર હતા અને જેસીબીના મદદથી ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જંગલ વિસ્તારમાં આવતી ગેરકાયદેસર દબાણને દૂર કરવા બાબતે કોટેશ્વર અને ચિખલા રોડ પર દબાણદારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે સમગ્ર મામલે જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણમાં આવેલી 16 જેટલી દુકાનનોને દૂર કરવાની કવાયત હાથ ધરાઈ હતી