બનાસકાંઠા ના વાવ તાલુકા માં ઉનાળા ની કાળજાળ ગરમી પડી રહી છે.ત્યારે ગરમી પારો ૪૦ ડીગ્રી ની આગળ સરકી ગયો છે.ત્યારે વાવ તાલુકા ના ગ્રામીણ વિસ્તાર માં અવાર નવાર પાણી ની બુમરાડ ઉઠતી હોય છે.ત્યારે પશુઓ તેમજ માણસો ને પીવાલાયક પાણી ના મળતા બુમરાડો ઉઠી છે.ત્યારે વાવ તાલુકા ના સપ્રેડા ગામે પાણી ની પારાયણ જોવા મળી હતી.જોકે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ દ્વારા આ ગામ ની મુલાકાત લેવામાં આવી હતી.જયા ગામ માં પશુઓ માટે ના પાણી ના ઓવાડા પાણી વિના જોવા મળ્યા હતા.ત્યારે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ સપ્રેડા ગામ ના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ પ્રજાપતિ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા ૧ સપ્તાહ થી પાણી ની તકલીફ પડી રહી છે.ત્યારે આ બાબતે ગત રોજ ૧૮ -૦૫-૨૦૨૩ ના રોજ વાવ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરી છે.પરંતુ હજી સુધી ગામ માં પીવા લાયક પાણી ના પહોચતા જવાબદાર તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો.અને વહેલા માં વહેલા પીવાનું પાણી પહોચાડવામાં આવે તેવી માંગ કરી હતી