બલોચપુર મુકામે સાસરિયાના ત્રાસ થી પોલીસ મથકે કરાઈ રજુઆત
બનાસકાંઠા જીલ્લા ના કાંકરેજ તાલુકાના બલોચપુર ગામે મહિલા એ માનસિક ત્રાસ સહીત મારઝૂડ કરતા હોવાની પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે જેમાં ફરિયાદ માં આપેલ માહિતી અનુસાર સોનલબેન ભરતજી ઠાકોર એ પોતાના સાસરીયા પક્ષના માનસિક અને શારીરિક ત્રાસ આપતા અને માર ઝૂડ કરતા શિહોરી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઠાકોર દીપાજી વાલાજી તેમજ ભરતજી દીપાજી તેમજ મહેશજી દીપાજી તેમજ શોભાબેન દીપાજી આ લોકો દ્વારા ત્રાસ આપતા આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિતમાં શિહોરી પોલીસ મથકે ફરિયાદ આપી તેના સાસરિયા ના વિરુધ માં કાયદેશર ની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.