બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ અત્યાર સુધી કમોસમી વરસાદ, વાવાઝોડું, વાદળછાયુ વાતાવરણ સહિતની અનેક કુદરતી આફતોથી લડીને પોતાના મહામૂલા પાકનું રક્ષણ કરી રહ્યા છે પરંતુ કેનાલોના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલમાં હલકી કક્ષાનું કામ થતાં છાસવારે કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે અને કેનાલોમાં સાફ-સફાઈ કર્યા વગર પાણી છોડી દેતા હોવાથી કેનાલો પણ ઓવરફ્લો થઈ રહી છે જેને કારણે અંતે પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા મોટુ નુકશાન થઈ રહ્યું છે.ત્યારે વાવ ના સરહદી વિસ્તારો માં કેનાલો નો સાફ સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે .ત્યારે વાવ ના ચોથર નેસડા ગામ , લોદ્રાણી રાછેણા જેવા ગામોમાં ગત વર્ષે કેનાલ સાઇફનનું કામ અધૂરું રહી ગયુ હતું જ્યારે લોદરાણી ગામના અગ્રણી શ્રવણભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે લોદ્રાણી રાછેણા ચોથાનેસડા ગામે કેનાલના સાઈફનનું અધૂરું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરી છે