પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આવેલી જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે જિલ્લામાં આરોગ્ય વિભાગમાં અલગ અલગ ખાલી પડેલી જગ્યાઓ માટે કોન્ટ્રક પદ્ધતિ થી ભરતી કરવા માટે વોકિંગ ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મેડિકલ ઓફિસરમાં ચાર ,સ્ટાફનર્સ ચાર અને મલ્ટીપરપજ હેલ્થ વર્કરની ચાર જગ્યાઓ માટે વોકિંગ ઇન્ટરવ્યૂ યોજાયું હતું જેમાં 300 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર અર્બન વિભાગમાં અને ડીસા અર્બન વિભાગમાં ખાલી પડેલી મેડિકલ ઓફિસર, સ્ટાફનર્સ, અને મલ્ટીપરપજહેલ્થ વર્કરની 12 જગ્યાઓ માટે વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું જેમાં 300 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવામાં માટે આવ્યા હતા અને તેમાંથી જે સિલેક્ટ થશે તેમને નિમણૂક આપવામાં આવશે