યે હૈ ન્યુઝ ઇન્ડીયા :વાવ
બનાસકાંઠા ના વાવ ખાતે આશાવર્કર ના સંગઠન ની એક બેઠક યોજાઈ હતી .બનાસકાંઠા ના આશાવર્કર સંગઠન ના પ્રમુખ પીન્કીબેન પરમાર ની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી જેમાં આશાવર્કર બહેનો અને આશાફેસીલેટર ની વિવિધ માંગો ને લઇ ચર્ચા કરવામાં આવી હતી .જેવીકે ફ્રન્ટલાઈન વર્કર તરીકે આશાવર્કર બહેનો -૧૦૦૦રૂ અને ફેસીલેટર બહેનો ને ૫૦૦ રૂ જેવું મામુલી ઇન્સેટીવ ચુકવવાની જાહેરાત કરવામાં આવી પણ મામુલી ઇન્સેટીવ માત્ર કાગળ પર જ જોવા મળ્યું હતું , આશાવર્કર બહેનો અને ફેસીલેટર બહેનો ને કાયમી કર્મચારી ઓમાં સમાવેશ કરવામાં આવે વગરે માંગો સાથે જીલ્લા કલેકટર સાહેબ શ્રી ને આવેદન અગાઉ પાઠવામાં આવ્યું છે .જે વિષે આમારી મીડિયા ટીમે પીન્કીબેન પરમાર [બનાસકાંઠા આશાવર્કર સંગઠન પ્રમુખ] સાથે વાતચીત કરવામાં આવી હતી અને વાતચિત માં જણાવ્યું હતું કે ટૂંક સમય માં અમારી માંગો નો ઉકેલ સરકાર નહિલાવે તો ભૂખ હડતાલ પર તથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તો પણ કરશું જેવી ઉગ્ર માંગો આશાવર્કર બહેનો દ્વારા કરવામાં આવી હતી ..