આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ડીસા તાલુકાના મુડેઠા ગામની દેવકચેરીમાં સમસ્ત ગ્રામજનો એકઠા થયા હતા અને ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે આજથી આપણાં ગામમાં સંપૂર્ણ કુરિવાજબંધી અને દારૂબંધી રહેશે. ગામના ક્ષત્રિય દરબાર સમાજની દરેક ભલાણી પાટી , ખેતાણીપાટી , દુદાણીપાટી અને રાજાણી પાટીના આગેવાનો સહિત ૫૦૦ થી વધુ ગ્રામજનો ભેગા થયા હતા જેમાં ગામના દરેક સમાજના સહિત દરેક સમાજ ના લોકો પણ હાજર રહેલા. નિયમોનો ભંગ કરે તેમને ગામશાહી રીતે નાત બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ જેમાં એમની સાથે સારા-ભલા પ્રસંગે વર્તવાનો બહિષ્કાર કરેલ. આ પ્રસંગે શ્રી બાબુસિંહ ઝાલા કપરુપુર ખાસ છેલ્લા એક અઠવાડીયાથી પૂજ્ય ગુરુમહારાજની સાથે રહીને ગામને સમંત કરવામાં સહયોગ આપેલો અને શ્રી નિતીનસિંહ સોલંકીએ આજે ઉપસ્થિત રહીને ગામજોગ મહત્વની વાતો રજૂ કરેલ. થોડાં દિવસોમાં મુડેઠા ગામની વ્યસનમુક્તિ માટેનો મોટો જાહેર કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવેલ.રાજપુત ક્ષત્રિય સમાજના મોટા મથક ગણાતા મુડેઠા ગામમાં આવો ઐતિહાસીક નિર્ણય લઇ કુરિવાજ માં અફીણ અને દારૂ બંઢી લેવાતા સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં ઘણા મોટા પડઘા પડી રહ્યા છે