બનાસકાંઠા જીલ્લા ના વડું મથક પાલનપુર ખાતે નગરપાલિકા દ્વારા ભંગારના વેચાણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં નેતા વિપક્ષ અંકિતાબેન ઠાકોર નો આક્ષેપ છે કે, પાલનપુર પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા બાદ ભંગાર કોને અને કેટલામાં વેચ્યો તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ મામલાની યોગ્ય તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપ્યા બાદ પણ તપાસ નથી થઈ રહી. જો બે દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો પાણી અને અન્ન નો ત્યાગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.