બનાસકાંઠા જિલ્લાની ૧૪ તાલુકા પંચાયતના પ્રમુખ ની ટર્મ પૂર્ણ થતાં ચુંટણી માં બેઠક અંગે કોર્ટ માં કેશ ચાલતો હોવાને લઈને ગુજરાત પંચાયત વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જેમાં તા-૧૧-૦૩-૨૦૨૩ ના રોજ થી બનાસકાંઠા ની તમામ તાલુકા પંચાયત ના પ્રમુખો નું કાર્યકાલ પૂર્ણ થતો હોવાથી તેની મુદ્દત પૂર્ણ થયા હોવાથી સામાન્ય ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી આ તાલુકા પંચાયતોમાં તેની સામેના કોલમ-૪ મા દર્શાવેલ અધિકારીશ્રીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે છે. પરંતુ આ અધિકારીશ્રીઓ આ સમયગાળા દરમ્યાન નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે નહીં.દેવું દર્શાવવા માં આવ્યું હતું.જેમાં અમીરગઢ: નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભર: નાયબ જીલ્લા વિકાસ અધિકારી, દાંતા: પ્રાંત અધિકારી દાંતા, ડીસા: પ્રાંત અધિકારી ડીસા, ધાનેરા: પ્રાંત અધિકારી ધાનેરા, દિયોદર : પ્રાંત અધિકારી દિયોદર , દાંતીવાડા : પ્રાંત અધિકારી ધાનેરા, કાંકરેજ: પ્રાંત અધિકારી ડીસા, લાખણી: પ્રાંત અધિકારી દિયોદર, પાલનપુર: પ્રાંત અધિકારી પાલનપુર , સૂઈગામ : સુઈગામ પ્રાંત અધિકારી , થરાદ : થરાદ પ્રાંત અધિકારી , વડગામ : પ્રાંત અધિકારી પાલનપુર , વાવ: નાયબ જીલ્લા વિકાસ અધિકારી મહેસુલ , ને વહીવટ દાર તરીકે નિમણુક કરવામાં આવી છે