વાવ તાલુકાના રાધાનેસડા ગામે સોલાર પ્લાન્ટમાંથી ચાલુ સપ્તાહ માં ભેલ કંપનીમાંથી રૂપિયા બે લાખથી વધુના કોપર વાયરની ચોરી થતાં સિક્યુરિટી કોન્ટ્રાકટર દ્વારા માવસરી પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યાં માવસરી પોલીસે રાધાનેસડા ગામના સિવા નરસિંહ ઠાકોરને બાતમી આધારે ઝડપી પાડી પાવર પ્લાન્ટ માંથી ૪૯૦૦ મીટર ચોરાયેલ વાયરની કિંમત ૨, ૯૪, ૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.