બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના વાડિયા ગામમાં જૂની અદાવતને લઈ બે પક્ષો વચ્ચે પથ્થર, લાકડી, પાઇપો વડે હુમલો થયો છે. જેમાં બંને પક્ષ દ્વારા જૂની અદાવતને લઈ સામસામે આવી ગયા હતા. જોકે હુમલામાં બંને પક્ષના ઈસમો ઘાયલ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ તથા થરાદ પોલીસ તાત્કાલિક વાડિયા ગામે પહોંચી બનાવનો સમગ્ર ચિંતાર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી. બંને પક્ષ દ્વારા કુલ 40થી વધુ લોકો સામસામે ફરિયાદ નોંધાવી હતી. જોકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.