ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર તેજ થઇ ગયો છે. જ્યારથી કેન્દ્રીય ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ત્યારથી દરેક પક્ષ સતત પ્રચાર કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગ્જ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ ચૂંટણી પહેલા એક મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં હમણાં જ મોરબીમાં મચ્છુ નદીમાં પુલ તૂટવાની ઘટના બની હતી જેમાં 100 કરતા પણ વધારે લોકોએ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટનાની સત્તા પક્ષ પર ભારે ટીકા થઇ હતી અને લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. જો કે આ ઘટના અંગે આજે વજુભાઇ વાળાએ એક મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મોરબીની પુલ દુર્ઘટનાની અસર ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ પણ નહીં પડે. આ ઉપરાંત વજુભાઇ વાળાએ કહ્યું હતું કે મોરબીની દુર્ઘટના સરકારની બેદરકારી કારણે નથી બની અને આ માટે SITની નિમણુંક કરવામાં આવી છે જે આ ઘટનાનો રીપોર્ટ આપશે અને ક્યાં કારણોસર પુલ તૂટ્યો હતો તેની ખબર પડશે.
ગુજરાત ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઇ વાળાએ દાવો કર્યો છે કે મોરબી પુલ દુર્ઘટનાની અસર ચૂંટણીએ પરિણામો પર નહીં થાય. આ માટે સરકારીની ભૂલ જો ભૂલ હોય તો તેની અસર ચૂંટણી પર પડી શકે છે. પરંતુ આમા સરકારની કોઈ ભૂલ થઇ નથી. નોંધનીય છે કે મોરબીની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને ગુજરાતની સરકાર પર લોકોએ આરોપ નાખ્યો હતો.