ગુજરાત વિધાન સભા ની ચુંટણી નું રણસિંગુ ફુકાઇ ગયું છે ત્યારે એક પક્ષ માંથી બીજા પક્ષ માં આવતા કાર્યકરો અને નેતાઓ નજરે પડવાના છે તેવી ધટના ગુજરાત ના રાજકોટ માં બની છે જેમાં થોડાક દિવસો અગાઉ ગુજરાત ના રાજકોટ માંથી કોંગ્રેસ ના ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા રાજીનામું આપી આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.પરંતુ ચુંટણી નું રણસિંગુ નું ફુંકાવાથી ફરી એક વાર આમ આદમ પાર્ટી માંથી રાજીનામું આપી ફરી એકવાર ગુજરાત કોંગ્રસ ના પ્રમુખ જગદીશ ઠાકોર ના હસ્તે કોંગ્રેસ માં જોડાયા છે
વધુ માં એટલું જ નહીં, AAPને ભાજપની બી ટીમ ગણાવતા ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. તો બીજી તરફ AAPના સંગઠન મંત્રી રાજભા ઝાલાએ તો મીડિયાને ત્યાં સુધી જણાવ્યું હતું કે, પાર્ટીની નીતિ અવસરવાદી છે, રાજભા ઝાલા મરી જશે પણ કોઈના પગ નહીં પકડે.’
વધુ માં આ અંગે ગોપાલ ઈટાલીયા દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે ઇન્દ્રનીલભાઈ CM બનવા માટે દબાણ કરતા હતા. તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદ માટેના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે આ ઉપરાંત તેમણે પાર્ટી પર 15 ટિકિટ તેમને ફાળવવામાં આવે એવું દબાણ પણ કર્યું હતું.તેમજ જનતા ઈશુદાન ગઢવી ને મુખ્યમંત્રી તરીકે ગુજરાત ની જનતા સર્વે બનાવતા પાર્ટી દ્વારા ગુજરાત આપ નો મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવતા ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસ માં જોડાયા છે