સરહદી વિસ્તાર માં ગુનાહિત પ્રવુતિ ઓ ને ડામવા તેમજ કોઈ અનિચ્છનીય ધટના ના બને તે માટે પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા ના જીલ્લાનાઓએ ગેરકાયદેસર હથિયાર સંબધી ગુના શોધી કાઢવા આપેલ સૂચના અંતર્ગત, બી.કે.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ,એસ.ઓ.જી સ્ટાફના માણસો સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ અધિક્ષક બનાસકાંઠા ને મળેલ ખાનગી હકીકત આધારે બી.કે.ચૌધરી,પો.ઇન્સ.એસ.ઓ.જી. નાઓની સૂચના આધારે દુદોસણ ગામની સીમમાં રહેતા માનસંગભાઈ સંકરભાઈ ઠાકોર રહે.દુદોસણ તા.સૂઇગામ વાળાના ખેતરમાં બનાવેલ રહેણાક છાપરા માંથી ગે.કા.અને વગર પાસ પરમીટની દેશી બનાવટની બંદૂક કી.રૂ.૫૦૦૦ તથા એક દેશી તમંચા કી.રૂ.૫૦૦૦ એમ કુલ કી.રૂ ૧૦,૦૦૦/ના મુદ્દામાલ સાથે એક ઈસમ પકડી તેના વિરૂદ્ધ સૂઈગામ પોર્સ્ટ આર્મ એક્ટ મુજબ ફરિયાદ આપી વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.