ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે કોંગ્રેસ માટે અત્યાર સુધી બીજેપી જટ પડકાર હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ 182 વિધાનસભાની બેઠકો પર ઝંપલાવી રહી છે અને ગેરન્ટી કાર્ડ તેમજ પ્રચાર જોરસોરથી થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ મોવડી રાહુલ ગાંધી સહીતનાની સીધી નજર આવનારી વિધાનસભાની ચૂંટણી પર છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક કોંગ્રેસના દિગ્ગજોના પ્રવાસો ગોઠવાય છે ત્યારે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સપ્ટેમ્બર એન્ડમાં તેઓ ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. આ સમયે ગુજરાતમાં નવરાત્રિ પણ છે ત્યારે વિવિધ કાર્યક્રમોમાં પ્રિયંકા ગાંધી હાજરી આપે તેવી શક્યતાઓ છે.

મળતી વિગતો અનુસાર યુપીની તર્જ પર પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં ચૂંટણીલક્ષી જવાબદારી કોંગ્રેસ તરફથી સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને આગામી સમયમાં મહિલા મોરચાને સાથે રાખીને તેઓ પ્રચાર અભિયાનમાં સામેલ થશે. મધ્ય ગુજરાતમાં યોજાઈ શકે છે તેમનો રોડ શો સપ્ટેમ્બર મહિનામાં મળતી વિગતો અનુસાર વડોદરામાં રોડ શો કરશે. આ ઉપરાંત મહિલા સંમેલન પણ આણંદની અંદર કરે તેવી શક્યતાઓ છે. આમ મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો થકી ગુજરાતમાં તેમના તરફી પ્રચારનું રણશિંગુ ફૂંકી શકે છે. ગત વખતે પણ વિધાનસભા ચૂંટણીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પરીવર્તન યાત્રા, ઈલેક્શન કેમ્પેઈનની અંદર તેમને ભાગ લીધો હતો. મહિલા મતદારોને રીઝવવા આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે જેમાં કોંગ્રેસના સૌથી મોટો ચહેરો એ પ્રિયંકા ગાંધી છે પરંતુ હજુ સુધી તાજેતરમાં જ ચૂંટણી પ્રક્રીયાને લઈને તેમનો એક પણ પ્રવાસ યોજાયો નથી. ત્યારે પ્રિયંકા ગાંઘી પણ મહિલા સેન્ટ્રીક ગેરન્ટી આપી શકે છે. કેમ કે, આ વખતે ગેરન્ટી અને રેવડીનો મુદ્દો ચર્ચાયો છે ત્યારે કોૌછે ત્યારે બીજેપીએ પણ મહિલા મોરચાને છેલ્લા ઘણા મહિલાઓની સક્રીય કરી દીધો છે ત્યારે કોંગ્રેસમાં સૌથી મોટો મહિલા નેતાનો ચહેરો એવા પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં ટૂંક સમયમાં જ સક્રીય થશે. જેના માટે કોંગ્રેસ દ્વારા વિશેષ રણનિતી પણ બનાવવામાં આવી શકે છે.